મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલમાં ફોન આવ્યો હતો કે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે કેટલાક શખ્સો એક કારમાં હથીયાર બતાવી રૂ ૪૬ લાખની લૂંટની ઘટનાને અંજામ આપી હળવદ રોડ તરફ ભાગી ગયા હોવાનો કોલ આવતા મોરબી કન્ટ્રોલની ટીમ દ્વારા તાત્કાલિક મોરબી જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ તેમજ પોલીસ મથક વિસ્તારની ચેક પોસ્ટ પર હાજર સ્ટાફને તૈનાત કરી હતી અને રસ્તા રોકી આ લૂંટારુઓને રોકવા મેસેજ આપવામાં આવતા મોરબી જિલ્લા પોલીસે તમામ રોડ બ્લોક કરી લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન આ કાર હળવદ શહેરમાં પ્રવેશ કરતી હોવાની જાણ થતા હળવદ પોલીસ ના પી આઈ આર ટી વ્યાસ અને તેની ટીમ સક્રિય બની હતી અને તાત્કાલિક બાતમી વાળી કારને ચારેય તરફથી ઘેરી લીધા બાદ કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢી તમામને પકડી પાડ્યા હતા અને તેની પાસેથી થેલો જપ્ત કર્યો હતો
જોકે બાદમાં સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરી હતી જેને પગલે પોલીસ તંત્રે હાશકારો અનુભવ્યો હતો

