HomeGujaratરાજકોટમાં એક જ દિવસમાં 6 નવા કોરોનાના કેસ:67 વર્ષીય પુરુષ અને 6...

રાજકોટમાં એક જ દિવસમાં 6 નવા કોરોનાના કેસ:67 વર્ષીય પુરુષ અને 6 મહિનાનું બાળક સંક્રમિત, કુલ દર્દીઓની સંખ્યા 11 પર પહોંચી,

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે(28 મે) મંગળવારે એક જ દિવસમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા છે જેમાં 67 વર્ષીય પુરુષ અને 6 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. કેસમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 11 પર પહોંચી ગયો છે, જેમાંથી એક દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 10 દર્દીઓ હાલ સારવાર હેઠળ છ
ગઈકાલે નોંધાયેલા 6 નવા કેસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. તેમાં રામપાર્ક વિસ્તારના 25 વર્ષીય મહિલા, સદગુરુનગરમાં 32 વર્ષીય પુરુષ, બસ સ્ટેશન પાસેના 26 વર્ષીય પુરુષ, જીવરાજપાર્કના 67 વર્ષીય પુરુષ, સદગુરુનગરમાંથી એક 6 મહિનાનું બાળક અને મંગલ પાર્કના 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓ હાલ હોમ આઈસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં એક દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે બાકીના 10 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેસ વધતાની સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓને વધુ સઘન બનાવવામાં આવી છે. શહેરના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે, અને કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કરાઈ રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW