HomeGujaratટંકારા નજીક 90 લાખની લૂંટમાં આરોપીની મદદગારી કરનાર કારખાનાનો સંચાલક ઝડપાયો

ટંકારા નજીક 90 લાખની લૂંટમાં આરોપીની મદદગારી કરનાર કારખાનાનો સંચાલક ઝડપાયો

રાજકોટના ટીટેનિયમ એન્ટર પ્રાઈઝ નામના આંગડીયા પેઢીના સંચાલકની કારને અકસ્માત સર્જી બાદમાં રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક રૂ 90 લાખની લૂંટની ઘટના બની હતી તે ઘટનામાં પોલીસે અગાઉ ભાવનગર ના બે આરોપીને ઝડપી લીધા હતા અને તેની પૂછ પરછમાં હિતેશ ચાવડા,નીકુલ અલગોતર દર્શીલ ભરવાડ કાનો આહીર ઉપરાંત દિગ્વિજય નામના કારખાનાના સંચાલકનું પણ નામ ખુલુયું હતું પોલીસે તપાસ કરતા  ટંકારાના લખધીરગઢ ગામના વતની અને જબલ પુર પાસે બાલાજી કોઇર પ્રોડક્ટ નામની ફેક્ટરી ચાલવતા દિગ્વિજય અમરશી પટેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ દિગ્વિજય લૂટનું કાવતરું ઘડાયું ત્યારથી બાકી આરોપીના સંપર્કમાં  હતો અને બનાવના દિવસે તે બેડી ચોકડી પાસે હાજર હતો અને ત્યાંથી તેને ફરીયાદી નીલેશભાઈની કાર નીકળી હોવાની બાતમી આપતા આરોપીઓએ કારનો પીછો કર્યો હતો આં ઉપરાંત દિગ્વિજયે જ આરોપીઓને કારખાનામાં રહેવા જમવા અને લૂંટ વખતે રેકી કરવા સહિતની મદદગારી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW