વાંકાનેર શહેરના ગેલેક્સી સોસાયટી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો જેમાં રાજકોટ અને કલ્યાણ પરથી અલગ અલગ બે જાન આવી હતી લગ્ન જમણવારમાં મહેમાનો માટે બિરિયાની બનાવવામાં આવી હતી આ બીરીયાની આરોગ્યા બાદ મહિલા ઓ બાળકો સહતિના અનેક લોકોને સૌ પ્રથમ પેટમાં ગરબડ થયા બાદ ઝાડા ઉલટી થતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા જોકે બે પુરુષ અને3 મહિલા ને એક સગીરાને સારવાર અર્થ મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયતમાં સુધારો થયો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સારવાર ચાલી રહી છે
ફૂડ પોઈઝનીંગની ઘટનાને પગલે જે સ્થળે લગ્ન પ્રસંગ હતો તે ઘરમાં લોકો ચિંતાતુર બન્યા હતા

