HomeGujaratમોરબી જિલ્લાને જેતપર અને પીપળીયા નવા બે તાલુકા મળે તેવી શક્યતા, તંત્રએ...

મોરબી જિલ્લાને જેતપર અને પીપળીયા નવા બે તાલુકા મળે તેવી શક્યતા, તંત્રએ કાર્યવાહી હાથ ધરી

મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી મોરબી માળિયા ટંકારા હળવદ અને વાંકાનેર એમ 5 તાલુકા અસ્તિત્વમાં છે જોકે મોરબી અને માળિયા તાલુકામાં ગામ અને વિસ્તાર વધુ હોવાથી વિભાજન કરવામાં આવે તેવી માંગણી ઉઠતી રહે છે અગાઉ માળિયા મામલતદાર કચેરીને પણ પીપળીયા ચાર રસ્તા લઇ જવાની હવા ઉડતા માળીયામાં વિરોધનો વંટોળ શરુ થયો હતો જોકે સ્થાનિકોના વિરોધ બાદ તંત્ર દ્વારા મામલતદાર કચેરીનું સ્થળાંતર ન કરવા ખાતરી આપી હતી જોકે બીજી તરફ પીપળીયા ચાર રસ્તાની આસપાસના અનેક ગામડા નવા તાલુકાની રચના કરવા માંગણી કરી રહ્યા હોય જે બાબતે ખુદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી કે આ મોરબી માળિયા અને હળવદ તાલુકાના કેટલાક ગામડાનું વિભાજન કરવા અને પીપળિયા ચાર રસ્તા તેમજ જેતપર (મ) ને તાલુકો જાહેર કરવામાં આવે હવે મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું હોય તેમ નવા તાલુકાની રચના બાબતે જરૂરી પ્રકિયા શરુ કરી છે જેમાં ત્રણેય તાલુકાના મામલતદારને પત્ર લખી લાગુ પડતી ગ્રામ પંચાયતોના તલાટી મંત્રી અને સરપંચને પત્ર લખી દરખાસ્ત મોકલવા સુચના આપવામાં આવી છે તેમજ જેમાંથી કેટલીક ગ્રામ પંચાયતો એ સભા કરી ઠરાવ મોકલવાનું શરુ કર્યું છે જયારે હજુ ઘણી ગ્રામ પંચાયતોમાં ઠરાવ થવાના બાકી છે લાગુ પડતી ગ્રામ પંચાયતો ના સહમતી કે અસહમતીના ઠરાવ મળ્યા બાદ ફરી હાલની ત્રણ મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને ત્યાંથી કલેકટર કચેરી ખાતે રીપોર્ટ થશે અને આ રીપોર્ટ ગાંધીનગર સબંધિત વિભાગમાં મોકલવમાં આવશે આ રીપોર્ટ આધારે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના આધારે મોરબીને નવા બે તાલુકા મળશે કે કેમ તે નક્કી થશે મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આજની સ્થિતિએ 100 ગ્રામ પંચાયત જયારે માળિયા મિયાણા તાલુકામાં 48 જેટલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ ગામમાંથી કેટલાક ગામડાઓ એવા છે જે ભૌગોલિક રીતે હાલની તાલુકા પંચાયતથી દુર હોય અને નાની મોટા કામ માટે જવું પડતું હોય છે આ ઉપરાંત હાલની તાલુકા પંચાયત પાસે પણ કામનું ભારણ વધારે હોય જો નવી તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવે તોં હાલની તાલુકા પંચાયતનું ભારણ ઓછું થશે તેમજ અરજદારો ને પણ તેમના ગામ નજીક મામલતદાર અને તાલુકા પંચાયત મળી શકશે જેથી તેમનો સમય અને આર્થીક ખર્ચ ઓછા થશે

મોરબી તાલુકામાં આવતી ગ્રામ પંચાયતો સૂચિત નવા તાલુકા પંચાયતમાં ભળવા માંગે છે કે કેમ તે બાબતે ગ્રામ પંચાયત પાસેથી સહમતી કે અસહમતી છે તે બાબતે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવ કરી ઠરાવની કોપી તાલુકા પંચાયત ને સોપવા સુચના આપવામાં આવી છે જયારે ઠરાવ કોપી આવશે બાદની આગળની કાર્યવાહી થશે તેમ તાલુકા વિકાસ અધિકારી પી એસ ડાંગરે જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW