ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને પગલે ગઈકાલના રોજ વીજકાપ રહેશે.
જેમાં 66 કેવી ખરેડા સબ સ્ટેશનમાંથી નીકળતા રામનગર JGY સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી, 66કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડર- ઘુટુ JGY, પીપળી JGY, લેન્ઝ ઇન્ડસ્ટ્રીયલ, સિલ્ક ઇન્ડસ્ટ્રીયલ, Vivanta ઇન્ડસ્ટ્રીયલ, સેપલ ઇન્ડસ્ટ્રીયલ, બેલા ખેતીવાડી તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 6:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી, 66 કેવી ઊંચીમાંડળ સબ સ્ટેશનમાંથી નીકળતા લેવિસ, કેડિલેક, રોજમાળા IND ફીડર સવારે 8:00 થી બપોરે 11:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

