HomeGujaratમોરબી શહેરમાં સીઝનલ ફ્રુટના સ્ટોલ લગાવતા પહેલા મનપાની મંજુરી લેવી જરુરી, નહિતર...

મોરબી શહેરમાં સીઝનલ ફ્રુટના સ્ટોલ લગાવતા પહેલા મનપાની મંજુરી લેવી જરુરી, નહિતર થશે કાર્યવાહી

ઉનાળાની ઋતુમાં મોરબી શહેરમાં જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે તરબૂચ, શેરડી તથા આમના વેચાણ માટે ટેમ્પરરી સ્ટોલ કરવા માટે તથા જે લોકો રાત્રીના સમયે પોતાની માલિકીની દુકાનની બહાર જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ટેબલ-ખુરશી રાખીને વ્યવસાય કરવા ઈચ્છતા હોય તે લોકોને મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

(1) મોરબી મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે.

(2)અરજી સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજો જોડવા:

– અરજદારનું ઓળખપત્ર (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાન કાર્ડ)

-વ્યવસાય સબંધિત જરૂરી લાઇસન્સ (જો જરૂરી હોય તો)

– સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગતો.

(3) અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે.

(4) મંજુર થયેલ અરજી માટે નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવવી અને મંજુરીની નકલ મંજુર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

(1) મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ ટેમ્પરરી સ્ટોલ ઉભો કરવો દંડનીય રહેશે.

(2) જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઉભો કરનાર સ્ટોલ હટાવી લેવમાં આવશે.

(3) આરોગ્ય અને સાફસફાઇની શરતોનું પાલન ફરજિયાત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW