HomeGujaratમોરબીના શકત શનાળા નજીકથી કિરાણા સ્ટોરમાંથી 65 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

મોરબીના શકત શનાળા નજીકથી કિરાણા સ્ટોરમાંથી 65 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે શકત શનાળા નજીક દરોડો પાડ્યો હતો. શકત શનાળા ઉમીયા સોસાયટી નજીક આવેલ કનૈયાપાન કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ- 65 કુલ રૂ. 48,814નો મુદમાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે આરોપી કિશોરભાઇ ઉર્ફે કાન્તીભાઇ હરજીભાઇ પનારાને પોલીસે પકડી પાડ્યો હતો. તેમજ માલ મોકલનાર જુનેદ ઉર્ફે લાલો મહેબુબભાઇ માયક હાજર ન મળી આવતા સીટી એ-ડીવીઝન પોલીસે તેને ફરાર બતાવી તે બને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW