મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. 29/04/2025 થી 04/05/2025 મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી 03 હોસ્પિટલમાં 48 હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી 03 શાળાના 430 સ્ટાફને ,હોટલ પૈકી 03 હોટલના 29 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલ ઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતાં હોટલને નોટીસ આપવામાં આવી. ફાયર સેફ્ટીના ચેકિંગ દરમિયાન 28 હોસ્પિટલમાં, 22 શાળામાં ફાયર સીસ્ટમ લગાવવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. વધુમાં મોરબી જીલ્લામાં પંદર (06) જુદી જુદી જગ્યાએ આગનાં બનાવ અને એક રેસ્ક્યુ કોલમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવામાં આવેલ.
આમ, આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ, સ્કુલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાચર સીસ્ટમ લગાવવી અને ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ- 02822 230050 અને 101 પર સંપર્ક કરી શકો છો.

