મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.-22/04/2025ના રોજ મોરબી ફલોરા પામ્સ રેસીડેન્ટ બિલ્ડીંગમાં આગ કે અન્ય આકસ્મિક ઘટનામાં વિવિધ વિભાગની સતર્કતા ચકાસણી માટે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મોરબી ફાયર વિભાગમાં 9:05 કલાકે આગ અંગેનો કોલ આવતા મોરબી ફાયર વિભાગ,જીએસપીસી તેમજ મોરબી પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી અને આગ કાબુમાં લેવા તેમજ જાનમાલનું નુકસાન માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કર્યા બાદ સ્થાનિકોને પણ આગની ઘટનામાં શું તકેદારી રાખવી તેમજ આગથી બચવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું,
રેસીડન્ટ બિલ્ડીંગમાં ફાયર પ્રિવેન્સન સીસ્ટમ કેવી રીતે ઉપયોગી બનશે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું આ તકે કમિશ્નર સ્વપ્નીલ ખરે ડે કમિશ્નર કુલદીપ વાળા તેમજ મનપા ના વિવિધ શાખાના અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા હતા.


