મોરબી એલસીબી ટીમ માળિયા નજીક પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયાના ખિરઇ ગામના પાટીયા પાસે હાઇવે ઉપર આવતા એક ઇસમ નંબર પ્લેટ વગરના બાઈક સાથે ઉભેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ બાઈક જોતા હીરો સ્પ્લેન્ડર પ્રો. કંપનીનુ નંબર પ્લેટ વગરનુ હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ અને આ બાઈક તેણે આજથી બે વર્ષ પહેલા માળીયા તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલ ધોડાધ્રોઇ નદીના રેલ્વે પુલ નીચેથી ચોરી કરેલ હોવાનુ તેમજ આ સીવાય પણ અન્ય એક મોટર સાયકલ તેણે આજથી બે વર્ષ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાનજીના મંદીરના સામેના ભાગેથી ચોરી કરેલ મેળવેલ હોય જે બાઈક હાલે બંધ હાલતમાં તેના ઘરે પડેલ હોવાનુ જણાતા જે બન્ને બાઈક બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બાઈક પૈકી એક મોટર સાયકલ બાબતે માળીયા પોલીસ મથકમાં ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય અને અન્ય મો.સા. જે ચોરી કે છળકપટથી મેળવેલ મિલ્કત તરીકે મળી આવતા બન્ને મોટર સાયકલ કબ્જે કરી પકડાયેલ ઇસમ રફીકભાઈ નુરમામદભાઇ ઉર્ફે નામોરી સામતાણી રહે.ખિરઇ તા.માળીયા વાળાને પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

