HomeGujaratમોરબીમાં બલેનો કારમાંથી 250 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ, એક...

મોરબીમાં બલેનો કારમાંથી 250 લીટર દેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ, એક ફરાર

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ ત્રાજપર નજીક વોચમાં હોય તે દરમિયાન GJ-36-AP-5003 નંબરની કાર તે સ્થળેથી પસાર થતા તે કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 250 લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થા અને બલેનો કાર મળી કુલ રૂ.- 3,50,000નો મળેલ મુદામાલ જપ્ત કર્યો હતો. મુદામાલ સાથે આરોપી વિશાલ હરખાભાઇ ઝીઝવાડીયા અને કિશન રમેશભાઈ મકવાણાને પોલીસે પકડી લઇ પૂછપરછ કરતા યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા નામની મહિલાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW