Wednesday, May 21, 2025
HomeGujaratરેલ્વે ભરતી બોર્ડની ભરતી જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત આયોજીત મોક ટેસ્ટમાં 191...

રેલ્વે ભરતી બોર્ડની ભરતી જાહેરાત અન્વયે જિલ્લા પંચાયત આયોજીત મોક ટેસ્ટમાં 191 ઉમેદવારોએ પરીક્ષા આપી

ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-1)ની 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્ર ઉપર આજે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 191 જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જે અંતર્ગત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી પરીક્ષા કેન્દ્ર પર 59, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ હળવદ પરીક્ષા કેન્દ્ર પર 67 અને શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, વાંકાનેર પરીક્ષા કેન્દ્ર પર 65 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,043FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW