HomeGujaratમોરબી મનપાના સ્વચ્છતા શ્રમદાન ઝુબેશના ભાગરૂપે સાવસર પ્લોટમાંથી 9 ટન કચરો એક્ત્ર...

મોરબી મનપાના સ્વચ્છતા શ્રમદાન ઝુબેશના ભાગરૂપે સાવસર પ્લોટમાંથી 9 ટન કચરો એક્ત્ર કર્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અંગે લોકોમાં જાગૃતતા આવે અને શહેરને સ્વચ્છ બનાવની જવાબદારી માત્ર મહા પાલિકા તંત્ર કે સફાઈ કર્મીઓની નહીં પરંતુ સમગ્ર શહેરીજનોની છે તેમ સમજે અને શહેરની સફાઈમાં યોગદાન આપે તેવા હેતુથી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે ની આગેવાનીમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અલગ અલગ વિભાગોને સાથે રાખી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે આ ઝુંબેશના ભાગરૂપે આજે મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ વિસ્તારમાં શ્રમદાનનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે મનપાની સફાઈ કર્મીઓની ટીમ આરોગ્ય વિભાગનો સ્ટાફ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા સભ્યો એનજીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાવ સર પ્લોટ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચલાવી 9 ટન જેટલો કચરો એકત્ર કર્યો હતો આ સફાઈ ઝુંબેશ દરમ્યાન બે આસામીઓ દ્વારા જાહેરમાં ગંદકી કર્યા હોવાનું સામે આવતા મનપા તંત્ર દ્વારા તેઓને ₹1,200 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તેઓ જાહેરમાં કચરો ન ફેકે તેવી પણ બાહેધરી લેવામાં આવી હતી આ કામગીરી દરમિયાન લોકોને કન્નડ દબાણ થયું હોવાનું પણ સામે આવતા તંત્ર દ્વારા આ દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW