HomeGujaratમોરબી 3.57 કરોડના કોલસા કૌભાંડના મુખ્ય આરોપી ભગીરથ હુંબલને SMCએ અમદાવાદ એરપોર્ટથી...

મોરબી 3.57 કરોડના કોલસા કૌભાંડના મુખ્ય આરોપી ભગીરથ હુંબલને SMCએ અમદાવાદ એરપોર્ટથી ઉપાડ્યો,અત્યાર સુધીમાં 19 આરોપી ઝડપાયા

મોરબીના ગાળા ગામ નજીક એક બંધ ફેક્ટરીને ભાડે રાખી એમાં ઈમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવતાનો કોલસો ભેડસેળ કરી વેચવાનું કૌભાંડ SMC એ ઝડપી પાડ્યું હતું અને જે તે વખતે ટ્રક ચાલકો,મજૂરો તેમજ મેનેજર સહિતનાની ધરપકડ કરી હતી અને લગભગ કરોડોની કિમતનો કોલસો કાર લોડર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં મુખ્ય આરોપી અને ભાજપ આગેવાનનો પુત્ર ભગીરથ ચંદુલાલ હુંબલ ફરાર થઇ ગયો હતો જે બાદ એસ એમસી તેના ઘરની તપાસ કરતા આરોપી યુંગાડામાં ભાગી ગયો હોવાની જાણ થતા એસ એમ સી દ્વારા તેના વિરુદ્ધ લૂક આઉટ નોટિસ કાઢવા કેન્દ્રીય ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટમાં જાણ કરતા ત્યાંથી તેના વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું

દરમિયાન આરોપી ભગીરથ હુંબલ યુગાંડાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હોવાની જાણ થતા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા તેને પકડી લીધો હતો અને એસ એમસી ટીમ હવાલે કરતા એસ એમ સી દ્વારા તેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW