રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાના પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરની હંગામી બઢતી નો ઓર્ડર કર્યો છે. આ ઓર્ડર માં મોરબીના 3 પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત 33 અધિકારીઓને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી છે. મોરબીમાં ફરજ બજાવતા PSI તરીકે ધર્મિષ્ઠાંબેન વિશાલભાઈ કાનાણી, પુષ્પાબેન રમેશભાઈ સોનારા, અને નારણ માયાભાઈ ગઢવીને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓની વાત કરીએ તો પોરબંદરના મિલન લખમણભાઇ આહીર, કવિતા નટવર ભાઈ ઠાકરીયા, બનાસકાંઠાના ચંદનસિંહ ફતાજી ઠાકોર, લાલજીભાઈ ગોવાભાઇ દેસાઈ, આણંદમાં ફરજ બજાવતા અમરસિંહ દશરથ સિંહ પૂવાર, રાજકોટ ગ્રામ્ય માં ફરજ બજાવતા જયરાજસિંહ અંકુભાઈ ખાચર, અરવલ્લીમાં ફરજ બજાવતા ભાવેશકુમાર વાઘેલા, બોટાદમાં ફરજ બજાવતા નયનાબેન પરમાર, કચ્છ પૂર્વમાં ફરજ બજાવતા પૂજાબેન મોલીયા સહિતના 33 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે હાલ તેઓનું ફરજ સ્થળ જે તે જિલ્લાનું પોલીસ મથક જ રાખવામાં આવ્યું છે


