રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોના ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે દર વર્ષે પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં 421 ખાનગી શાળામાં 1921 જગ્યા માટે અરજી મગાવવામાં આવી હતી. જેમાં ગુજરાતી માધ્યમની 1500 જગ્યા જ્યારે 421 અંગ્રેજી માધ્યમની શાળાનો સમાવેશ થાય છે.
આ વર્ષે પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ત્યારે પ્રવેશ માટે લઘુતમ આવક મર્યાદા 1,50,000 રાખવામાં આવી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા આ મર્યાદા 6 લાખ સુધીની વધારો કરવામાં આવ્યો છે. અને બાદમાં સરકાર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદા પણ વધારવામાં આવી હતી. આગામી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મર્યાદા રાખવામાં આવતા અરજી કરનાર સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગત તારીખ 04 એપ્રિલ સુધીમાં કુલ 4460 જેટલી અરજી આવી ચૂકી છે. જે પૈકી 3421 અરજી માન્ય રાખી છે જ્યારે 270 અરજી રદ થઈ છે તો 769 અરજી કેન્સલ થઈ છે. આર ટી ઇ માટે આજુ 9 દિવસ ફોર્મ ભરવાની મસ્ત હોવાથી અરજીમાં વધારો થવાની સંભાવના છે.
આવક મર્યાદા તો વધી પરંતુ જગ્યા ઓછી હોવાથી સ્પર્ધા વધશે,
ચાલુ વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા આરટી ઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જોકે અધ વચ્ચે જ રાજ્ય સરકાર દ્વારા આવક મર્યાદા વધારવામાં આવી છે. જેના કારણે અરજીઓની મુદત વધતા મોટી સંખ્યામાં અરજદારો પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. જેની સામે જગ્યા ખૂબ ઓછી હોવાથી સ્પર્ધા વધશે પરિણામ નવી આવક મર્યાદાસ આવા ફોર્મ ભરનારનું પ્રવેશ આવશે કે કેમ તે તે સવાલ છે.

