HomeGujaratયુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક 25 યુનિટ જરૂરિયાત પુરી પડાઈ

યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક 25 યુનિટ જરૂરિયાત પુરી પડાઈ

મોરબી: યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલ માં સારવાર અર્થે આવતા દર્દીઓની કોઈ પણ સમયે કોઈ પણ બ્લડ ની હેન્ડ ટુ હેન્ડ ડોનેશન ના ધ્યેય સાથે ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડવા માટે થઈને ચર્ચા માં રહેતું હોય છે અને અત્યાર સુધીમા હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યું છે.

ત્યારે મોરબી જીલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલની બ્લડ બેંક માં બ્લડ ની શોર્ટેજ ઉભી થતા બ્લડ સંચાલકો દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો સંપર્ક કરી મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી જેને ધ્યાન માં લઈને યુવા શક્તિ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી બ્લડ બેંક પહોચીને 25 થી વધુ બોટલ બ્લડ ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જે તકે દર્દીના પરીજનો તથા બ્લડ બેંક સંચાલક દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મોરબીમાં કોઈને પણ કોઈ પણ બ્લડની કોઈ પણ સમયે તાત્કાલિક જરૂરિયાત માટે તથા કોઈના જરૂરીયાત સમયે સૌથી શ્રેષ્ઠ દાન એવું રક્તદાન કરવા માટે યુવા શક્તિ ફાઉન્ડેશન ના હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW