મોરબી સિરામિક એસોસિએશનના ફ્લોર ડિવિઝન અને વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ બાદ હવે સેનેટરી વેર ડિવિઝનના પ્રમુખ પદે અજયભાઈ મારવાણીયા બિનહરીફ જાહેર થયા છે.
દેશના સૌથી મોટા સિરામિક કલસ્ટર એવા મોરબીમાં સિરામિક ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કરવા તેમજ તેના પ્રતિનિધિ રૂપે એસોસિએશનની રચના કરવામાં આવી છે. જેમાં બે વર્ષની મુદત માટે અલગ અલગ હોદેદારોની વરણી કરવામાં આવતી હોય છે. હાલમાં વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ સેનેટરી એમ મુખ્ય ચાર વિભાગોમાં પ્રમુખોની વરણી કરી તેઓને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ સોંપવામાં આવતું હોય છે. જેમાં ફ્લોર ડિવિઝનમાં પ્રમુખ તરીકે સંદીપભાઈ કુંડારીયા, વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ તરીકે મનોજભાઇ એરવાડીયા નિમાયા છે. ત્યારબાદ હવે સેનેટરી વેર ડિવિઝનના પ્રમુખ પદે અજયભાઈ મારવાણીયા બિનહરીફ નિમણુંક થઈ છે.


