ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તા. 18/03/2025ના રોજ એક રાજ્યવ્યાપી કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કરેલ અને ચર્ચા કરેલ પ્રશ્નો પરત્વે હકારાત્મક પ્રતિસાદ બાદ પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી છે, એનાથી ઉલટું પીએમ પોષણ શકિત નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્નો ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોઈયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રભાવિત કરતો નિર્ણય બજેટમાં યોજનાને જ ખાનગી સંસ્થાઓને રૂ.-551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી એવી જ રીતે આંગણવાડી આવે આશા વર્કર બહેનોના પાયાના પ્રશ્નોને પણ નજર અંદાજ કરવામાં આવ્યા છે.

આમ બીજી વાત ભારત સરકાર પુરસ્કૃત યોજનાં હોવાથી ભારત સરકાર સાથે પણ આ ત્રણેય સ્કીમ વર્કર માટે બજેટ પૂર્વે બેઠક કેન્દ્ર સરકાર ના સંબંધિત મંત્રી સાથે અખિલ ભારતીય મજદૂર સંઘના આગેવાનો આ રજૂઆત અને ચર્ચાઓ કરી હતી, છતાં કોઈ જાહેરાતો ન થતા ગૌહાટી આસામ રાજ્યમાં યોજાયેલ ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ તા.18/03/2025ના રોજ કલેકટર કચેરીએ આવેદન પત્ર જેમાં મુખ્ય મુદ્દાઓ (1) સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપવી (2) ઈપીએસ 95, પેન્શન ઓછામાં ઓછું 5000 કરવાની માંગણી (3) ઈ પી એફ વેતન મર્યાદા રૂપિયા 30,000 કરવાની માંગણી (4) ઈએસઆઇસી વેતન સીમા રૂપિયા 42000 કરવાની માંગણીનું કેન્દ્ર સરકારને જિલ્લા કલેકટર દ્વારા પણ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાનો પ્રથમ કાર્યક્રમ આપ્યો એ મુજબ રાજ્યના દરેક જિલ્લા મથકે વિશાળ સંખ્યામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

