એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વવાણીયા ગામે રહેતો સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટાએ વવાણીયા ગામમાં હાઇસ્કુલની સામે કોળી વાસમાં આવેલ લાલાભાઈ હીરાભાઈ વીરડાનું મકાન ભાડે રાખેલ હોય તે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોય અને તે પોતાના એકટીવામાં દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોય તેવી ચોક્કસ માહિતી મળતા જ એલસીબી ટીમે તે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી વિદેશી દારૂની કુલ 232 બોટલો કુલ રૂ.- 1,28,472નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને એકટીવા સહીત કુલ રૂ.- 1,48,472નો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

