શિયાળાની વહેલી વિદાયની સાથે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે જોકે આ વર્ષની શરૂઆત આકરી જોવા મળી છે કારણે કે હવામાન વિભાગે માર્ચ મહિનામાં જ રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હોય તેવો અંગ દઝાળતો આકરો તડકો પડી રહ્યો છે.મોરબી સહીત 9 જિલ્લામાં 11 ,12 અને 13 માર્ચ દરમ્યાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર કરી જવાની શક્યતાને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મોરબી શહેર અને તાલુકા વિસ્તારોમાં આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. શહેરના માર્ગો પર પણ ધીમે -ઘીમેં તેની અસર દેખાવવા લાગી છે બપોરના સમયે ટ્રાફિકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગના એલર્ટને પગલે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરી છે લોકોને હિટ સ્ટ્રોકથી બચવા જરૂરી પગલા લેવા જણાવ્યું છે આ ઉપરાંત બપોરે 2 થી 4 દરમિયાન સમગ્ર ચહેરો અને માથું ઢંકાય તે રીતે બહાર નીકળવા ખાસ તાકીદ કરી છે તો બાળકો કે વૃદ્ધ લોકો કે ગર્ભવતી મહિલા અને વધુ શ્રમ કરતા શ્રમિકોને હિટ સ્ટ્રોક લાગવાની આશંકાને પગલે 2 થી 4 દરમિયાન ઘરની બહાર ન નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે તેમજ જિલ્લાની સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર, સીટી ડિસ્પેસનરી સહિતના આરોગ્ય લક્ષી સેવા આપતી સંસ્થામાં જરૂરી બેડ, દવા અને સારવાર લગતી ચીજ વસ્તુઓ રાખવા સૂચના આપવામાં આવી છે .

