મોરબીના બગથળા ગામના સાવનભાઇ હરેશભાઇ કાંજીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા માં પાસ થયેલ છે અને તેમને નાયબ સેક્શન અધિકારી સચિવાલય ગાંધીનગરમાં નિમણુક આપેલ છે. આ પરીક્ષામાં 18 વિદ્યાર્થી પાસ થયેલ છે. તેઓએ સિવિલ એન્જિનિયર તરીકે રાજકોટમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે. તેઓની નાની ઉંમર મા મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે.આમાં તેમના માતા નિર્મલાબેન અને પિતા હરેશ ભાઇ( માજી સરપંચ બગથળા ગ્રામ પંચાયત) બને ઓછું ભણેલા છે, પણ તેમની બનેની મહેનત સાવન ભાઇને જરૂરિયાત મુજબ માર્ગદર્શન અને ત્યારી કરવામાં પુરે પૂરો સાથ અને સહકાર આપેલ છે. સાવનભાઇ બગથળા ગ્રામ પંચાયતમાં હાલ મંત્રી તરીકે એક વર્ષ થયાં સેવા આપતા હતા. પણ તેમનું ધ્યેય એક જ હતું કે મારે GPSC પરીક્ષા પાસ કરવી છે. તેમનું કહેવાનું દરેક વિદ્યાર્થીને એક જ લક્ષ અને ધ્ધેય જીવનમાં રાખી અને મહેનત કરશો તો તમે અવશ્ય સફળ થશો. તો તેમની દરેક વિદ્યાર્થીને ભલામણ છે સખત મહેનત અને ધ્ધ્યેય રાખશો તો આપ જરૂર સફળ થશો. સાવન ભાઈએ સરદાર ધામ ગાંધીનગરમાં રહીને ત્યારી કરેલ હતી. તેઓ એ બગથળા ગામનું ગૌરવ વધારેલ છે. તેઓએ પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ બગથળા ગામમાં જ કરેલ હતો.

