લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબીના ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે. તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચ માં ટોપ કર્યું છે. તેમને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા તારીખ 5 માર્ચ 2025, બુધવારના 14માં ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજમાં ચાલતી એન્જીનીયરીંગની વિવિધ શાખાઓમાં ટોપ કરતા વિધાર્થીઓ ને ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કુલ 13 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે કોલેજમાં અભ્યાસ કરી ગયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાં તાજેતરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ કાર્યક્રમ ની શરૂઆત કરતા લેન્કો એલમની એસોસિયેશનના સેક્રેટરી જયદેવ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ અમૃત મેનપરાએ સંસ્થા દ્વારા કોલેજ અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે વિવિધ શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત જણાવ્યું હતું કે, આવતા વર્ષે લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબીને 75 વર્ષ પુર્ણ થવા જઈ રહયા છે. ત્યારે ડાયમંડ જયુબિલી ની ઉજવણીના ભાગ રૂપે આવતા વર્ષે ત્રણ દિવસના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. એલ ઈ કોલેજ મોરબીના પ્રિન્સીપાલ ડો. મેવાડાએ પ્રાસંગિક પ્રવચનમાં લેન્કો એલમની એસોસિયેશનની કોલેજ અને કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ની સેવાકીય પ્રવૃતિઓ ની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પી. એસ. પી. પ્રોજેક્ટસ પ્રા લિ.ના પ્રહલાદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ પણ આ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.
ઉપરાંત લેન્કો એલમની એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સ ના મેનેજીંગ ડીરેકટર હરીશભાઈ રંગવાલા તથા એલ ઈ કોલેજ મોરબીના પ્રિન્સીપાલ ડો. આર. કે. મેવાડા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી.
દેશ વિદેશમાં વસતા એલ. ઈ. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રો ને મળવા ખુબ જ ઉત્સાહ થી આવ્યા હતા. સમારંભના અંતે અભાર વિધિ સેક્રેટરી એન. આર. હુંબલ દ્વારા કરવામાં આવી હતી. સમારોહની પુર્ણાહુતી બાદ એસ. સી. રાવલ અને સુરેશ શુકલ દ્વારા કરાઓકે ગીત-સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ અને ઉમંગ થી માણ્યો હતો એવું સંસ્થાના સેક્રેટરી એન આર હુંબલ અને જયદેવ શાહની યાદી માં જણાવાયુ છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રો. જાગૃતિ ભેડાએ કર્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, તથા વાઈસ પ્રેસિડેન્ટ હસમુખ ઉભડીયા, પરેશ પટેલ, સવજીભાઈ સીતાપરા, જનકભાઈ પટેલ, અમરીશ પટેલ, એમ એચ આયલાણી, કે કે દવે સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી.

