HomeGujaratમહેન્દ્ર નગર ગામમાં ચબુતરો સ્નાનઘાટ અને સ્કુલ ઓરડો તોડનાર કોણ ?તેની સામે...

મહેન્દ્ર નગર ગામમાં ચબુતરો સ્નાનઘાટ અને સ્કુલ ઓરડો તોડનાર કોણ ?તેની સામે કાર્યવાહી ક્યારે ?

મોરબીનું મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વિસ્તાર તો તે વખતે પંચાયતો દ્વારા આડેધડ બાંધકામ મંજૂરીઓ આપવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે બે મહિના પહેલા ગામના આગેવાન ચુનીલાલ બાવરવા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી જેમાં ગામમાં વર્ષો જુનો અવેડા સાથેનો ચબુતરો, સ્નાન ઘાટ તેમજ મોડેલ રૂમ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે કાયદે સર કાર્યવાહીની તોડી પાડવામાં આવ્યો છે આ અંગે રજૂઆત કરતા જીલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં તલાટી મંત્રી દ્વારા એવો જવાબ રજુ કર્યો હતો કે ગ્રામ પંચાયતના રેકર્ડમાં જુનો અવેડા સાથેનો ચબુતરો, સ્નાન ઘાટ તેમજ મોડેલ રૂમ આવી મિલકત જ નથી તલાટી મંત્રીના આ જવાબને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરી જાણે ઉપરી વિભાગની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વર્ષોથી જે સ્થળ પર ચબુતરો હોય સ્નાનઘાટ બન્યું ઓય કે મોડલી રૂમ હોય આવી મિલકત ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં ન હોય તે વાત ખોટી હોય તેવી પ્રથમ દ્રષ્ટીએ સામે આવી જાય છે

ગ્રામ પંચાયત આ ખોટી રીતે તમામ મિલકત તોડનારને બચાવવા આ પ્રકારે ગેર માર્ગે દોરતો રીપોર્ટ કર્યો હોય તેમ લાગે છે ત્યારે એ સવાલ ઉભો થાય કે ગામની જે મિલકત હતી તેમાં ગેર કાયદે નુકશાન કરનાર કોણ ? નુક્શાન થયું છતાં આંખ આડા કાન કરનાર જવાબ દાર કોણ શું આવા તત્વો સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ જોવાનું રહ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW