મોરબી જિલ્લાના સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને મેડીકલ માં ફરજ બજાવતા કરાર આધારિત સફાઈ કર્મીઓને પૂરતા પગાર ન મળતી હોવાની લાંબા સમયથી ફરિયાદ રહે છે આ મુદે અગાઉ સિવિલ હોસ્પિટલ માં સફાઈ કર્મીઓએ વિરોધ કરવા છતાં હજુ કોઈ ઉકેલ આવ્યો નથી જેથી આજે અચાનક અલગ અલગ પડતર માંગણીને લઇ હડતાળ પર ઉતરી ગયા છે. તેઓ આજે કલેકટર કચેરીમાં ધસી ગયા હતા અને મહાત્મા ગાંધી પ્રતિમા પાસે પ્રતિક હડતાળ પર ઉતરી ગયા હતા અને તેઓને મળતા પગાર તેમજ પગાર સ્લીપ આપવા, પીએફ રજા પગાર બોનસ ડ્રેસ એલાઉન્સ આપવા સહિતની માંગણી કરી હતી.અને જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ પર યથાવત રહેવાની ચીમકી આપી હતી.આ સિવિલમાં સફાઈના અભાવે દર્દીઓને પણ માંગણી કરી રહ્યા છે

