HomeGujaratમોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવ્યું

મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવ્યું

મોરબી :- તા.09/02/2025ના રોજ સવારે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ કેસ આવતાની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ. 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ જીગરભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સર્જન વ્યક્તિએ જણાવેલ કે, મહિલા ક્યારના એકલા ઉભા હોય તેમજ રડતા હોય ત્યારબાદ સૌ પ્રથમ મહિલાને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેવો મૂળ ઓડિશાના હોય અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા આવે હોય, પરંતુ પતિ સાથે ઝઘડો થતાં તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે પીડિતા મહિલાયે જણાવેલ સરનામા પ્રમાણે ત્યા પહોંચી તેમના પતિને સોંપેલ પતિનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં પોતે પણ ચિંતિત હતા ત્યારબાદ 181 ટીમ દ્વારા તેમના પતિને સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ તેમની પત્ની જોડે ઝગડોના કરવા જણાવેલ અને હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિ ને કહયા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવે અને રાજી ખુશી થી તેમના પતિ સાથે રહેવા જણાવેલ આમ મહિલાનુ પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહીસલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW