HomeGujaratવાંકાનેરના મક્તાનપર ગામ પાસે વિદેશી દારૂ ભરેલી આઈ-20 કાર ઝડપાઈ

વાંકાનેરના મક્તાનપર ગામ પાસે વિદેશી દારૂ ભરેલી આઈ-20 કાર ઝડપાઈ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે વાંકાનેરના પાડધરા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હોય તે સમયે GJ-03-MR-4227 નંબરની કાર આવતા તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કારને એકદમ હંકારતા કારનો પીછો કરતા કાર ચાલક કારને મકતનાપર ગામ પાસે આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પર કારને રેઢી મુકીને નાશી ગયો હતો. જે બાદ કારની અંદર ચેક કરતા વિદેશી દારૂની નાની મોટી 131 બોટલો અને હ્યુન્ડાઈ આઈ-20 કાર મળી કુલ રૂ.- 4,53,469નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ વાંકાનેર તાલુકા પોલીસે કારને રેઢી મુકી નાશી જતા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW