મોરબી જીલ્લાના માળિયા પોલીસ વાહન ચેકિંગ કામગીરીમાં હોય તે દરમિયાન માળિયા વિસ્તારમાં આવેલ સુરજ્બારી પુલ પાસે ચેકિંગ સમયે ત્યાંથી પસાર થઇ રહેલ એક બોલેરો કાર શંકાસ્પદ જાણતા તેને અટકાવી તલાશી લેતા તે કારમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
તે બોલેરો કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 232 બોટલો રૂ.- 2,51,042 અને કાર મળી કુલ રૂ.- 5,51,042નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે મુદામાલ સાથે આરોપી દશરથભાઈ હરકનભાઈ ખાંભલા રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જી. બનાસકાંઠા અને બાબુભાઈ જવાનાજી ભાડ્ચા રહે. જાલડા, તા. રાનીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન આ બંને શખ્સોને પોલીસે પકડી લીધા હતા. માળિયા પોલીસે તે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.