માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસે માળીયા મીયાણા તાલુકાની સીમમાં ગુલાબડી વિસ્તારમાં ભાવનાશાપીરની દરગાહ સામેથી આરોપી અજમેરભાઈ જાકીરભાઈ આલમ (ઉ.વ.28) રહે. નવાગામ છપ્પનીયા સોસાયટી ગ્રીન લેન્ડ ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. બીહારવાળા પાસેથી દેશી હાથ બનાવટની 01 જામગરી બંદુક (હથીયાર) કિં રૂ.-2500ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો હતો. આરોપી વિરુદ્ધ માળિયા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

