મોરબી તાલુકા પંચાયત કચેરી અંદર અને બહાર સુરક્ષાના કારણોસર પદાધિકારીઓ દ્વારા 13 જેટલા સીસીટીવી લગાવામાં આવ્યા છે અને રાજકોટની પિરામિડ સોલ્યુંસન નામની એજન્સી દ્વારા 13 સીસીટીવી કેમેરા ડીવિઆર ટીવી તેમજ ઇન્સ્ટો લેશન, અને મેનન્ટેન્સ નામે રું 6 લાખનું બિલ પકડાવી દીધું હતું અને તે બિલ પંચાયતે ચૂકવી દેતા આં ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મુદ્દે હવે ડીડીઓ એ તપાસના આદેશ આપ્યા હતા અને ડે ડીડીઓ ને તેની તપાસ કરશેમોરબી તાલુકા પંચાયત મુખ્ય રોડની નજીક આવેલા હોય અને ત્યાં સુરક્ષાને ધ્યાને લઇ સામાન્ય સભા દ્વારા ઠરાવ કરી ને 16 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને તેના માટે રાજ્ય સરકારની government E market (GEM)ના ખરીદી માટે પ્રોપઝલ મૂકી હતી જે બાદ રાજકોટની પીરામીડ સોલ્યુશન નામની એજન્સી દ્વારા કુલ 13 કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા જેનું તાલુકા પંચાયત દ્વારા 6 લાખની કિમતની ચુકવણી કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો કારણ કે તાલુકા પંચાયતમે જે કંપની અને મોડેલના સીસીટીવી લાગેલા છે તેના બજાર ભાવ કરતા ખુબ ઉચા ભાવે ખરીદી અને તેના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ ખર્ચ લગાવ્યો છે અને તેના માટે એક માત્ર પ્રિન્ટેડ ઇન્વોઇસ ચુકવવામાં આવ્યું છે અને આ ઇન્વોઇસ માં જીએસટી નંબર પણ આપવામાં આવ્યા નથી અને તેમ છતાં તાલુકા પંચાયત દ્વારા 6 લાખ જેટલી રકમનું પેમેન્ટ થઇ જતા ભારે વિવાદ સર્જાયો છે જોકે આ મુદે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા તમામ પ્રકિયા અપનાવવામાં આવી છે અને તેઓ દ્વારા કોઈ બેદરકારી કે ભ્રષ્ટ્રાચાર કરાયો નથી તેમજ જે એજન્સી આવી હતી તેઓએ જે ભાવ ભર્યા હતા તેમાંથી સૌથી ઓછા ભાવ લીધા હતા. વિવાદ વધ્યા બાદ આં અંગે જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિએ તપાસના આદેશ આપ્યા છે અને ડે ડીડીઓ ની દેખરેખ નીચે ખરેખર સીસીટીવી કેમેરા ખરીદીમાં ક્યા અને કઈ રીતે ગેર રીતી થઈ છે કોની શું ભૂમિકા છે તે અંગે તપાસ થાય તેવી આશા સેવાઈ રહી છ


