મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુલ સામે આરોપી નવઘણ જશાભાઈ બાલાસરા રહે.નાની વાવડી અને આરોપી નીકુંજ રાજપરા રહે.લીલાપર વાળાના કબજા ભોગવટા વાળા પ્લોટમાં દરોડો પાડ્યો હતો.
જ્યાંથી વિદેશી કોલસા ચોરી હલકો કોલસો મિક્સ કરવાનું કૌભાંડ ઝડપી લઈ ટ્રક ટ્રેઇલર ચાલક આરોપી તૌફિકખાન અસરફખાન મલેક રહે.વારાહી, સાંતલપુર, હિટાચી ડ્રાઇવર અખિલેશકુમાર ધીરેન્દ્રભાઈ ગોંડ, રહે. બિહાર, મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા રહે.રાજકોટ અને ઋત્વિક અમુભાઈ ખીમાંણિયા રહે.ક્રિષ્નનગર મોરબી વાળાને ઝડપી લીધા હતા. જ્યારે લોડર ડ્રાઇવર રમેશ અનસિંહ વસુનિયા અને રાકેશ નામના આરોપીઓ નાસી ગયા હતા.

દરોડા દરમિયાન એલસીબી ટીમે 24.44 લાખની કિંમતનો 188 ટન વિદેશી કોલસો, મિક્સ કરેલો 100 ટન કોલસો, હલકી ગુણવત્તા વાળો કોલસો 70 ટન, એક ટ્રક ટ્રેઇલર કિંમત રૂ. 40 લાખ, બે લોડર ટ્રેકટર કિંમત રૂ. 20 લાખ, એક હીટાચી કિંમત રૂ. 20 લાખ, એક બાઈક, 5 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ. 5000 મળી કુલ રૂ.- 1,09,55,000નો મળેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કૌભાંડમાં પ્લોટ માલિક નવઘણ જશાભાઈ બાલાસરા, નીકુંજ રાજપરા તેમજ કોલસા ભરેલા ટ્રકના માલિક જગજીતસિંહ રાણા રહે.ગાંધીધામ તેમજ મોરબીના હેરિભાઈ નામન શખ્સની સંડોવણી ખુલતા તમામ આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.