મોરબી: ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસોસીયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે. તેઓએ રજુઆતમાં જણાવવાનું કે, તા. 15/01/2025ના રોજ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નાના-મોટા કે વાહલા-દવલાની નીતિથી પર રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણને છોડવામાં ન આવે. દબાણ હટવું ખુબ જ જરૂરી છે.
બીજું કે દબાણ હટાવતા નાના રેકડીવાળા-પાથરણાવાળા કે જે રોજનું રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે વૈકલ્પિક જગ્યા તાત્કાલિક આપવામાં આવે. જેથી તે લોકો ની રોજી રોટી ને અસર ના થાય. સ્કાય મોલની સામે ફૂટપાથ ઉપર તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરેલ હોય છે. જેના કારણે રસ્તે આવતા જતા લોકોને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તો આવા લોકો સામે કડક હાથે કામ લેવા માંગણી છે.

