મોરબી એલસીબી ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે માળીયા તાલુકાના નવાગામમાં દરોડો પાડ્યો હતો. ત્યાં નવાગામે રહેણાંક મકાનમાં અને ટ્રેક્ટરમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડ દરમિયાન 1515 લીટર દેશી દારૂ, 2 મોબાઈલ ફોન તથા ટ્રેક્ટર મળી કુલ રૂ.- 8,68,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપી સબીર મહમદ હનીફ ઉર્ફે બાબો જેડા અને ઈરસાદ મહમદ હનીફ ઉર્ફે બાબો જેડા નામના બે શખ્સોને પોલીસે પકડી લીધા હતા, જયારે ઘટના સ્થળે હાજર ન મળતા આરોપી ઈરફાન મહમદ હનીફ ઉર્ફે બાબો જેડા, અવેશ સુભાનભાઈ કટિયા, મહમદભાઈ ઉર્ફે બાબો રાયબભાઈ જેડા અને ઈમરાન રાયબભાઈ જેડા નામના શખ્સોને પોલીસે ફરાર બતાવી તમામ આરોપી વિરુદ્ધ માળિયા પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

