HomeGujaratવાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: ઓનલાઈન ગેમમાં હાર્યા બાદ 17 વર્ષીય સગીરનો આપઘાત

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: ઓનલાઈન ગેમમાં હાર્યા બાદ 17 વર્ષીય સગીરનો આપઘાત

આજના સમયમાં મોબાઈલ એક સામાન્ય અને હાથવગું સાધન બની ગયું છે, દરેક ઘરમાં સ્માર્ટ આવી ગયા છે. તેમાં મોટા ભાગે ઘરોમાં બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય જેમાં ઘણા બાળકો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી ગયા છે. ત્યારે વાલીઓ માટે એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જેમાં એક 17 વર્ષીય સગીરને ઓનલાઈન ગેમિંગની લત લાગી હતી અને તેમાં મોટી રકમ હારી જતા હતાશ થી જતા આપઘાત કરી લીધો હતો.

કચ્છ જિલ્લાના મોખાણા ગામના 17 વર્ષીય કાર્તિક કાનજીભાઈ મેરિયાએ મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં હારી જવાથી હતાશ થઈને નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW