HomeGujaratમોરબીના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો, 46 યુનિટ બ્લડ એકત્ર...

મોરબીના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો, 46 યુનિટ બ્લડ એકત્ર થયું 

માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં માર્ગદર્શનમાં  તાલુકા હેલ્થ કચેરી માળીયા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ, નવનીતભાઈ, ગામના આગેવાન મણીલાલ સરડવા અને જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. સંજય શાહ  દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં સરવડ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ કુલ 46 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, ડો.અક્ષય સુરાણી, મેડીકલ ઓફિસર, પ્રા.આ.કેન્દ્ર -સરવડ માળીયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ પરમાર તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડના પંકજભાઈ પીઠડીયા તેમજ અન્ય આરોગ્ય સ્ટાફની જહેમતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW