ભુજના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 32 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી. જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું, પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યૂ કરી લીધું છે. જે યુવતીને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યાં બાદ તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો હતો.
બોરવેલમાં પડેલી યુવતીને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા સતત કરવામાં આવી હતી. સવારે યુવતી 400 ફૂટ સુધી બોરવેલમાં ઉપર આવી ગઈ હતી અને માત્ર 100 ફૂટ જમીનથી દૂર રહી હતી. જોકે, ત્યારબાદ રોબોટનું હુક છટકી જતા યુવતી પરત બોરવેલના તળિયે સરકી ગઈ હતી. જેને લઈ યુવતીને ફરી બહાર લાવવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સતત 32 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમોએ સતત 32 કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. 540 ફુટ ઊંડા બોરવેલમાં યુવતી પડી ગઈ હતી. NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. ત્યારે યુવતીને નીચેથી ઉપર લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ હતી. બે-બે વખત યુવતી 100 ફૂટ સુધીના અંતર સુધી પહોંચીને ફરી નીચે સરકી જતી હતી. જેથી રેસ્ક્યૂ ટીમને યુવતીને બહાર કાઢવામાં ખુબ મુશ્કેલી પડી હતી. જોકે, અંતે 32 કલાકની જહેમત બાદ યુવતીને બહાર કાઢવામાં આવી હતી.
ભુજથી 25 કિલોમીટર દૂર પૂર્વ દિશાએ આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામે યુવતીના બોરવેલમાં પડી જવાની ઘટનાના પગલે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટી તંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી જવા પામ્યો છે. સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાથી સ્થાનિકે યુવતીના પરિવારો દુઃખી અવસ્થામાં લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને પ્રાર્થના કરતો નજરે ચડ્યા હતા. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા હતા. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે.


