મોરબીના વિજયનગરમાં અને મૂળ વાઘપર ગામના વતની પરષોત્તમભાઈના પુત્ર આશિષ વિડજાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. ત્યારબાદ તેઓની પત્નીનો સ્પોર્ટ મળતા તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જો કે તેઓ સાથે ખાનગી જોબ પણ કરતા હતા.
દિવસ દરમિયાન તેઓ જોબ કરતા અને રાત્રીના સમયે તેમજ રજાના દિવસોમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. વર્ષ 2019માં તેઓને ત્યાં પુત્રનો જન્મ થયો. ઉપરાંત ત્યારબાદ પત્નીની તબિયત ખરાબ રહેતા તેઓને તૈયારીમાં બ્રેક પણ આવ્યો હતો. આશિષ વિડજા અત્યાર સુધીમાં કલાસ વનની 7 જેટલી પરીક્ષાના મેઈન સુધી પહોંચ્યા હતા. જેમાં 3 પરીક્ષામાં તો તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા હતા. પણ તેઓને સફળતા મળી ન હતી કોઈ સામાન્ય વ્યક્તિની જેમ તેઓએ અસફળતાથી નાસીપાસ થવાને બદલે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું. અંતે તાજેતરમાં જીપીસીએસસી દ્વારા લેવાયેલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડિરેક્ટરની પરીક્ષામાં મેઈન અને ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યું. તેઓએ આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી પોતાના પરિવારનું તેમજ મોરબીનું નામ રોશન કર્યું છે.

