HomeGujaratમાળિયાના ચાંચાવદરડા ગામ નજીક કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામા બેસેલ મહિલાનું...

માળિયાના ચાંચાવદરડા ગામ નજીક કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામા બેસેલ મહિલાનું મોત

માળીયા મિયાણા તાલુકાના ચાંચાવદરડા ગામ નજીક GJ-10-DN-0527 નંબરની આઈ-20 કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર રોંગ સાઇડમા ચલાવી ફરીયાદી ઇરફાનભાઇ ગફુરભાઇ માલાણીની GJ-01-TF-2928 નંબરની સી.એન.જી. રીક્ષા સાથે ભટકાડતા ફરીયાદી ઇરફાનભાઇને ડાબા પગમા ફેકચર જેવી ઇજા તેમજ રીક્ષામા બેસેલ જાનબાઇને, નસીમબેન અને તેની દીકરીને તેમજ ધર્મિષ્ઠાબેનને પગમા ઇજા કરી હતી. તેમજ ભાવનાબેનને માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રિક્ષા ચાલકે માળિયા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW