માળિયા-મિયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળિયા (મી.) ત્રણ રસ્તા પાસે ગેરકાયદે હથિયાર સાથે આરોપી અકબર ઇશાક નોતિયાર(ઉ.વ.42) રહે મોરબી વિસીપરા વાળાને ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી કુલ રૂ.- 5000નો મળેલ દેશી હાથ તંમચો પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.