HomeGujaratરાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈન્ડિયા પેલેસ હોટેલના મેદાનમાં જુગાર રમતા 9 ઝડપાયા, એક...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈન્ડિયા પેલેસ હોટેલના મેદાનમાં જુગાર રમતા 9 ઝડપાયા, એક ફરાર

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યાં કુચીયાદડ જવાના રસ્તા એ જ ઈન્ડિયા પેલેસ હોટેલના ખુલ્લા મેદાનમાં ચાલતું જુગારધામ પકડાયું હતું.

જેમાં એસએમસી દ્વારા જુગાર રમાડનાર ભાવેશભાઈ રાધાકાંત ઝા, અખિલેશ શાધિપાલસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ રામધ્યાનસિંહ રાઠોડ, જનકભાઈ કાળુભાઈ વિકમા, તેમજ જુગાર રમતા ઉમેદભાઈ બાબભાઈ ખાચર, જયદિપભાઈ ઘુઘાભાઈ ખાચર, શરાફખાન ઉર્ફે મુન્નાભાઈ હનીફખાન પઠાણ, ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા કનકભાઈ ખાચર અને રવિભાઈ ઉમેદભાઈ વિકમા તેમજ વોન્ટેડ આરોપી ઈરફાન દિવાન આ તમામ વિરુદ્ધ એસ એમસી ટીમે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પકડાયેલ શખ્સો પાસેથી 11 મોબાઈલ ફોન અને 2 વાહન સહીત કુલ રૂ.- 1,18,355નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW