મોરબી જિલ્લાના હળવદ શહેર માં આવેલી અક્ષર એન્જીનીયરીંગ વર્કસ નામની ફેકટરીના ગોડાઉનમાં ગત તા 7 ડીસેમ્બરના રોજ હળવદ પોલીસ મથકના પી આઈ આર ટી વ્યાસ અન ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી અલગ અલગ રીતે એકઠી કરાયેલ 1437 બેગ શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા ખાતરની બેગ એક ટ્રક સહીત 25.52 લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો
પોલીસ તપાસ દરમિયાન આ ગોડાઉન મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપના આગેવાન હેમાંગ રાવલના ભાઈ અજય ભાઈ રાવલનું હોવાનું સામે આવ્યું હતું.

ઘટના બાદ પોલીસે ખેતીવાડી વિભાગ ને જાણ કરતા ખેતીવાડી વિસ્તરણ અધિકારીઓ પણ સ્થળ પર પહોચ્યા હતા અને યુરીયા ખાતરની અલગ અલગ બેગમાંથી ખાતર ના સેમ્પલ લઇ ચકાસણી અર્થે લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યો હતો જેનો રીપોર્ટ પણ બે દિવસ પહેંલા આવી ગયો હોવા છતાં ખેતીવાડી વિભાગ હજુ સુધી પોલીસ ફરિયાદ નોધવા પહોચી નથી. ત્યારે આટલા દિવસો થવા છતાં પોલીસ ફરિયાદ નોધાવા ખેતીવાડી અધિકારીઓ કેમ આગળ આવતા નથી તેવા સવાલ ઉઠ્યા છે.

