મોરબી નજીક બાયપાસ પાસે મચ્છુ ત્રણ ડેમના પાણીમાં બુધવારે સાંજે અજાણ્યા યુવાને ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી જે અંગેની જાણ મોરબી ફાયર વિભાગની ટીમને થતા ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દિવસ દરમ્યાન ફાયર વિભાગની ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી હોવા છતાં ડેમમાંથી કોઈ મૃતદેહ મળી ન આવતા આજે સવારે ફરી તેની તપાસ શરુ કરતા 10 વાગ્યાની આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં મૃતક રવિ ધીરજ લાલ કટારિયા હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી ક્યા કારણસર આ પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરી હતી


