HomeGujaratમોરબીના જાંબુડિયા ગામે પતિ અને પ્રેમીકાએ મળી પત્નીની હત્યા કરી

મોરબીના જાંબુડિયા ગામે પતિ અને પ્રેમીકાએ મળી પત્નીની હત્યા કરી

મોરબીના જાંબુડિયા ગામે નજીક પતિ અને પ્રેમીકાએ મળી પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઝાલાવાડમાં રહેતા અર્જુનસિંહ મોડાજી નાયકએ આરોપી રાહુલ રોડુલાલ નાયક તથા રેવાલી રાહુલ નાયક હાલ-રહે. ઓલ્વીન સીરામીક કારખાનામાં, જાંબુડીયા સીમ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાનીના પતિ રાહુલ રોડુલાલ નાયકને, આરોપી રેવાલી સાથે આડા સબંધ હોવાથી આરોપી રાહુલ આરોપી રેવાલીને પોતાની બીજી પત્નિ તરીકે સાથે રાખતો હોય અને ફરીયાદીની દિકરી પાયલને આરોપીને તેની પત્નિ તરીકે રાખવી ન હતી. જેથી બંને આરોપીઓએ સાથે મળી ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાની ઉંમર આશરે ઉ.વ. 20 વર્ષ વાળીનું ગળુ દબાવી મોત નિપજાવી ખુન કરી પાયલ ઉર્ફે રાનીની લાશને દોરડાથી બાંધી તેની ઓરડીની પાછળ નિચેના ભાગે લાશ ઉતારી મુકી દઇ પુરાવાનો નાશ કરી અને આરોપી પતિ રાહુલએ પત્નીનુ ખૂન કરી તે બાબતે ફરીયાદીને ખોટી માહિતી આપી પુરાવાનો નાશ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW