મોરબી જિલ્લામાં અવારનવાર વીજ ચોરીની ફરિયાદો વધતા પીજીવીસીએલ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતું હોય છે આ સરપ્રાઈઝ ચેકિંગના ભાગરૂપે ગઈકાલે હળવદ પંથકમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના રણમલપુર ધણાજ મયુરનગર ચાડોદરા ટીકર સહિતના ગામમાં અલગ અલગ ટીમ ફરી હતી અને 135 જેટલી ઘર તેમજ અલગ અલગ મિલકતોમાં તપાસણી કરતા 31 જેટલા સ્થળોમાં વીજ ચોરી પકડાઈ હતી. જે ભાગ વીજ ચોરી કરનાર તત્વોને રૂપિયા 10.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલ દ્વારા હળવદ તાલુકામાં છેલ્લા બે દિવસથી અલગ અલગ 14 ટીમો બનાવી ચેકિંગ કામગીરી કરવામાં આવતા પકડાય છે ત્યારે આગામી દિવસોમાં પણ અન્ય તાલુકામાં પણ પીજીવીસીએલ દ્વારા ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહે છે.

