HomeGujaratમોરબીમાં જીપીએસસી વર્ગ-3ની પરીક્ષામાં 2018માંથી 852 ઉમેદવારો ગેરહાજર રહ્યા

મોરબીમાં જીપીએસસી વર્ગ-3ની પરીક્ષામાં 2018માંથી 852 ઉમેદવારો ગેરહાજર રહ્યા

ઉમેદવારોને સમયસર પહોંચાડવા પોલીસે વાહન વ્યવહાર કરી,

મોરબીમાં ગઈકાલના રોજ જીપીએસસી વર્ગ-3ની પરીક્ષા યોજાઈ હતી અને જીપીએસસીની પરીક્ષા મોરબીના અલગ અલગ 8 પરીક્ષા કેન્દ્રોમાં લેવાય હતી. આ પરીક્ષા માટે કુલ 2018 ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 852 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 1166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે આ પરીક્ષા લેવાય હતી. તેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા પણ તેમાંથી અનેક વિદ્યાર્થીઓ વ્હેલી સવારે પરીક્ષા કેન્દ્રમાં પહોંચી શક્યા ન હતા. જેથી પોલીસે આવા છાત્રો માટે વાહન વ્યવસ્થા કરી હતી. પોલીસે વાહનોમાં બેસાડીને સમયસર પરીક્ષા કેન્દ્રોએ પહોંચાડ્યા હતા. આજે આ જીપીએસસી વર્ગની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. એકપણ કોપી કેસ નોંધાયો ન હતો. તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW