મોરબી બાર એસોસીએશનના ચાલુ હોદેદારોની એક વર્ષની મુદત પૂર્ણ થતી હોય જેથી નવા હોદેદારોની નિમણુક માટે આજે હોદેદારોની ચુંટણી યોજાઈ હતી. જેમાં બાર એસોસીએશન સાથે જોડાયેલા મતદારોએ મતદાન કર્યું હતું.
પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો જેમાં જીતેન્દ્રસિંહ જાડેજા, ચેતન સોરીયા, પ્રાણલાલભાઈ માનસેતા, દેવજીભાઈ પરમારે ઉમેદવારી નોધાવી હતી. ઉપપ્રમુખ માટે જીતેનભાઈ અગેચણીયા, દેવજીભાઈ પરમાર, રજાક બુખારી અને મનીષભાઈ જોષીએ દાવેદારી કરી હતી. સેક્રેટરી તરીકે ભાવેશભાઈ ભટ્ટ અને અશોકભાઈ ખુમાણએ ફોમ ભર્યું હતું. જોયન્ટ સેક્રેટરી તરીકે ત્રણ ઉમેદવાર અને કારોબારી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સવારે 10થી 2 દરમિયાન મતદાન થયું હતું.
જયારે સાંજે મત ગણતરી કરતા પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરીયા 252 મતથી, ઉપપ્રમુખ તરીકે અગેચણીયા જીતેનભાઈ 259 મત, સેક્રેટરી તરીકે અશોકભાઈ ખુમાણ 255 મત અને જોઈન્ટ સેક્રેટરી 297 મતથી કણઝારીયા ચિરાગ વિજેતા જાહેર થયા છે. તે ઉપરાંત કારોબારી તરીકે પરમાર કરમશી, સંધાણી મોનિકા અને ગોલતર રાહુલ તેમજ મુછ્ડીયા કમલાબેન મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી પામ્યા છે.

