HomeGujaratહળવદમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો, 5 બોગસ ડોકટર પકડાયા

હળવદમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો, 5 બોગસ ડોકટર પકડાયા

હળવદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગામડામાં ચાલતા ડોકટરોના કલીનીકમાં જઈ તપાસ કામગીરી કરી હતી. જેમાં ગામડામાં ડોક્ટરની ગુજરાત સરકાર માન્ય લાયસન્સ કે ડીગ્રી ધરાવ્યા વગરના કિલનિક ચલાવતા સંદીપભાઈ મનુભાઇ પટેલ, વાસુદેવભાઈ કાંતિભાઈ પટેલ, પરીમલભાઈ ધીરેનભાઈ બાલા, પંચાનન ખુદીરામ ઘરામી અને અનુજ ખુદીરામ ઘરામી નામના પાંચ બોગસ ડોકટરોને પકડી લીધા હતા. જે ડોકટરો પોતાનું પ્રાઈવેટ કલીનીક ખોલી એલોપેથી દવા આપવાની કોઈ ડીગ્રી નહિ હોવા છતાં બીમાર દર્દીઓની એલોપેથી દવા આપી ખોટી રીતે સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો વિરુદ્ધ પોલીસે ગુજરાત પેક્ટીશ્રર એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW