HomeGujaratકોલસાના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ બાદ સ્ટેટ GST ના દરોડા

કોલસાના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલ બાદ સ્ટેટ GST ના દરોડા

થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા મોરબીના ગાળા ગામ નજીક આવેલ કોલસાના ડેલા પર દરોડા પાડી અને મોટી માત્રામાં કોલસો સહિત કાળો કારોબાર કરનાર લોકોની ધરપકડ કરી હતી ત્યારે હાલ સ્ટેટ જીએસટી દ્વારા પણ કોલસાના કાળા કારોબાર પર તપાસ હાથ ધરી છે

મોરબીના માળિયા હાઇવે પર આવેલ પાંચ જેટલા કોલસાના યુનિટ પર ગઈકાલથી જ સ્ટેટ જીએસટી ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગર કોલસાનો કાળો કારોબાર કરનારને ત્યાં દરોડા ની કામગીરી હાથ ધરી છે જેમાં મોટા પ્રમાણમાં બિલ વગર કોલસાનો વેપાર કર્યાનું સામે આવ્યું છે હજુ પણ સ્ટેટ જીએસટી ટીમ દ્રારા દરોડાની કામગીરી યથાવત રાખી કરોડો રૂપિયાના ટેક્સ ચોરી ના સાહિત્ય જપ્ત કર્યા હોવાની વિગત સૂત્રો પાસેથી મળી રહી છે મોરબીના નામાંકિત પેઢીઓને ત્યાં આ સ્ટેટ જીએસટીની ટીમો દરોડા પડતા કોલસાના કાળા કારોબાર કરનારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW