Monday, May 12, 2025
HomeGujaratમોરબી પાલિકા એ ૩.૬૫ લાખથી ૫ લાખ સુધીના વધુ ૧૮ બાકીદારોને ડીફોલ્ટર...

મોરબી પાલિકા એ ૩.૬૫ લાખથી ૫ લાખ સુધીના વધુ ૧૮ બાકીદારોને ડીફોલ્ટર જાહેર કર્યા જપ્તીની નોટીસ ફટકારી

મોરબી પાલિકામાં વેરો સમયસર ન મળવાના કારણે તિજોરી તળિયા જાટક છે તેમાં કેટલાય આસામીઓ એવા છે જે અનેક વર્ષોથી વેરો ભરવાનું નામ જ લેતા નથી પાલિકાની ભૂગર્ભ ગટર, પાણી સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરવા છતાં વેરો ભરવામાં જાણે આળસ આવતી હોય તેમ વેરો ભરવા દેખાતા જ નથી ત્યારે પાલિકા દ્વારા જેમ જેમ માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે તેમ તેમ મિલકત ધારકો પાસેથી વેરો ઉઘરાણી તેજ કરી દીધી છે અગાઉ પાલિકા દ્વારા 5 લાખથી વધુની કિમતનો જેને વેરો ભરપાઈ કર્યો ન હતો તેવા મિલકત ધારકોને ડીફોલ્ટર જાહેર કરી મિલકત જપ્તી અને ટાંચમાં લેવા માટે અંતિમ નોટીસ ફટકારી હતી. હવે પાલિકા દ્વારા વધુ 18 બાકીદારોની જપ્તીની નોટીસ કાઢી છે આ વખતે વધુ 18 બાકીદારોમાં 3 .65 લાખથી 5 લાખ સુધીની જેમના વેરા ભરપાઈ કરવાના બાકી છે તેવા મીલ્ક્ત ધારકોનો સમાવેશ થયો છે આવા મિલકત ધારકોને ડીફોલ્ટર જાહેર કરી મિલત ટાંચમાં લેવા તજવીજ હાથ ધરી છે

ક્રમ       મિલકત ધારકનું નામ    બાકી વેરો
1   વોરા અસગરઅલી અબ્બાસભાઈ     507936
2  ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્ય    482909
3  આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ અન્ય 2    482439
4  પટેલ ગોવીન્દભાઇ નરશીભાઇ    477151
5  જનકબેન હસમુખરાય    454352
6  જીતેન્દ્ર પાનાચંદ    445149
7  તવસી પોપટ    424877
8  કરમશી ખોડા    417598
9 કરમશી ખોડાભાઈ    417598
10 તથા અન્ય બે,પટેલ યોગેશ સુન્દરજી અન્ય-1    411926
11 પરમાર મનજીભાઇ મુલજીભાઇ તથા અન્ય એક    409988
12 ઓમ બિલ્ડર્સના ભા. કાથરાણી અશોકભાઈ   લાલજીભાઈ તથા અન્ય-1       407523
13 રુડાણી છોટાલાલ પરમાનદ, રૂડાણી મનહરલાલ છોટાલાલ    404101
14 મહેતા નાથાભાઈ શામજી    397135
15 જય ભારત ટાઈલ્સ      395112
16 મહેતા પવિણચંન્દ્ર હરીલાલ    368604
17 મનહર ટાઈલ્સ    368351
18 દિનુભાઈ દેવકરણભાઈ, મીરા ગાલીચા ટાઈલ્સ       365336
RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW